બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
ગુજરાત સરકાર દ્વારા તા.૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ થી તા.૦૨ જી માર્ચ, ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનું આયોજન કરેલ છે. જેમાં ૧ થી ૧૯ વર્ષ ના તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમી નિયંત્રણ ગોળી નિ:શુલ્ક આપવામાં આવશે. આ કાર્યક્રમમાં શાળાએ ન જતા અને આંગણવાડી ખાતે નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ ગોળી નજીકની આંગણવાડીમાં ખવડાવમાં આવશે. આ ગોળી ૧ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડી વર્કર દ્વારા ગૃહમુલાકાત કરીને ખવડાવામાં આવશે અને ૬ થી ૧૯ વર્ષના બાળકોને આશા બેહન દ્વારા ગૃહમુલાકાત કરી ગોળી ખવડાવામાં આવશે. આલ્બેંન્ડાઝોલ ગોળી બાળકો માટે સુરક્ષીત ગોળી છે. બાળકોમાં કૃમિનાશક ગોળીના ફાયદા. લોહીના પ્રમાણમાં સુધારો પોષણ સ્તરમાં સુધારો અને કાર્યક્ષમતા અને યાદશક્તિ વૃધ્ધિ થશે તેમજ કૃમિનાશક ગોળી ચાવીને ખાવાની હોય છે. ગોળી ખાઈના શકે તેવા બાળકોને ઓગાળીને પીવડાવવાની હોય છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત-નર્મદાએ જણાવાયું હતું.