ગીર સોમનાથ જિલ્લામાં આજ થી ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવુધ્ધ લોકોને કોવિશિલ્ડ વેકસીન આપવાનો પ્રારંભ..

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

કલેકટર અજયપ્રકાશે આજે કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ લીધો

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે તા.૧ માર્ચથી ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવુધ્ધ લોકો અને ૪૫ થી નીચેના વયના ગંભીર રોગથી પીડાતા લોકોને કોવિશિલ્ડ વેકસીનના પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આજે ૪૫ થી ૫૯ વર્ષના બી.પી, ડાયાબીટીશ અને ગંભીર રોગથી પીડાતા લોકોને તેમજ ૬૦ કે તેથી વધુ વર્ષના લોકોને કોવિશિલ્ડ વેકસીન આપવાનો પ્રારંભ કરાયો છે. જિલ્લા કલેકટર અજયપ્રકાશે કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ આજે તા.૧ માર્ચે સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે વેકસીનનો બીજો ડોઝ લઈ રક્ષીત થયા છે. તેઓશ્રીએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજથી ગીર સોમનાથ જિલ્લામાં ફન્ટ લાઈન કોરોના વોરિયર્સને કોવિશિલ્ડ વેકસીનના બીજા ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેકસીનનો પ્રથમ ડોઝ લેનારે ૨૮ દિવસ પુર્ણ થયા હોય તેવા તમામ લોકોએ અચુક બીજો ડોઝ લઈ કોરોનાથી રક્ષિત થવાના અભિયાનમાં સહભાગી થવું જોઈએ. આજથી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવૃધ્ધ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ રસી જિલ્લાના વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા (તાલાળા), સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા (ગીરગઢડા), સબ સેન્ટર-૨ કોડીનાર, અને પી.એચ.સી. દેલવાડા (ઉના) ખાતે નિશૂલ્ક તેમજ વેરાવળની ખાનગી સાંગાણી હોસ્પિટલ, આદિત્યા બિરલા હોસ્પિટલ, આઈ.જી.મેમોરિયલ હોસ્પિટલ, કોડીનારની અંબુજા હોસ્પિટલ અને આર.એન.વાળા હોસ્પિટલ, ઉનાની નટરાજ હોસ્પિટલ અને જીવનજ્યોત સેવા સંઘ ખાતે રૂા.૨૫૦ નો ચાર્જ લઈ પ્રથમ ડોઝની રસી આપી રક્ષિત કરવામાં આવશે.વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ રસી લેનાર ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવૃધ્ધ લોકોને મળી રસીકરણ બાદ આરોગ્ય અંગેની પુચ્છા કરી હતી.

વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આજે પ્રથમ તબક્કાની કોવિશિલ્ડ વેકસીન લેનાર વેરાવળના રહેવાસી ૭૨ વર્ષીય રમેશચંદ્ર મણિલાલ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં વહીવટીતંત્રએ ખુબ સારી કામગીરી કરી હતી. આજે કલેકટર અજયપ્રકાશે આમારા આરોગ્યની ચિંતા કરી પૂચ્છા કરતા તેઓ ભાવવિભોર થયા હતા. અને કલેકટર સાહેબ અજયપ્રકાશનો આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાં ખુબ સારી રીતે વેકસીન આપી ઉપરાંત સવલત પણ સારી પુરી પાડવામાં આવી હતી. વેરાવળ તાલુકાના ઉકડીયા ગામના ૬૧ વર્ષના પુંજાભાઈ મેણસીભાઈ વાળા અને વેરાવળના ૬૭ વર્ષના બાબુભાઈ સોમતભાઈ બારીયાને પ્રથમ ડોઝની વેકસીન આપવામાં આવી હતી. વેકસીન લેનારને કોઈપણ પ્રકારની આડ અસર થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *