રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની ૪ જીલ્લા પંચાયત અને ૨૦ તાલુકા પંચાયતના ઉમેદવારો માટે રવિવારે વહેલી સવારથી જ લોકો દ્વારા ની ઉત્સાહ પૂરક મતદાનની શરૂવાત કરવામાં આવી હતી. હાલતો તમામ ઉમેદવારો પોતાની જીતની દાવેદારી કરી રહ્યા છે. ત્યારે આવતી કાલે ૨ તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે કેશોદ ભાજપ ધારાસભ્ય દેવાભાઈ માલમએ વિજય મહુરતમાં મતદાન કર્યું હતું. ગામના મંદિરમાં દર્શન કરી ભગવાનના આશીર્વાદ લઈ મતદાન કર્યું હતું. માંગરોળ તાલુકાના થલ્લી ગામમાં મતદાન કરી ભાજપની બહુમતી થી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને પૂર્વ ધારાસભ્ય અને હાલના જિલા ભાજપ મહામંત્રી ભગવાનજી ભાઈ કર્ગઠિયા અને તેમના ધર્મ પત્ની જિલ્લા પંચાયતના શીલ બેઠકના ઉમેદવાર પ્રભાબેન કર્ગઠિયાએ કર્યું મક્તુપુર બેઠક પર મતદાન તેમજ માળીયા માંગરોળ કૉંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ તેમના વતન ગડું ખાતે મતદાન કર્યું હતું. તેમને પણ જીતની દાવેદારી બતાવી હતી. હાલ તો કૉંગ્રેસ અને ભાજપ બંને જીતની દાવેદારી કરી રહ્યાં છે ત્યારે જોવાનું રહ્યું આવતી કાલે કોણ બાજી મારશે..