ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં સ્થાનિક સ્વરાજની સાત તાલુકા પંચાયત એક જીલ્લા પંચાયત અને બે નગરપાલિકામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન મથકો ખાતે મતદાન યોજાયુ હતુ. સવારમાં મતદાન મથકો ખાતે મતદારોની અવરજવર ઓછી જોવા મળી હતી.જ્યારે ૧૧ વાગ્યા પછી મતદાન મથકો ખાતે લાબી કતારો લાગી હતી.અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવી ઈવીએમ મશીનમા શીલ થયા હતા.
ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં સ્થાનિક સ્વરાજની સાત તાલૂકા પંચાયતની ૧૭૮ બેઠક પર ૩૪૭ જેટલા ઉમેદવારો,જ્યારે જીલ્લા પંચાયતમાં ૩૪ બેઠકો માટે ૮૫ ઉમેદવારો અને ગોધરા નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૪૪ બેઠક માટે ૧૮૭ ઉમેદવાર તેમજ શહેરા નગરપાલિકાના ૬ વોર્ડની ૨૨ બેઠકો માટે ૪૪ જેટલા ઉમેદવારો ચુટણી મેદાનમા હતા. સવારથી મતદાન મથકો ખાતે મતદારોની અવરજવર ઓછી જોવા મળી રહી હતી.જ્યારે ૧૧ વાગ્યા પછી મતદાન મથકો ખાતે મતદારોની લાબી લાઈન લાગતા મતદાનની ટકાવારી પણ વધી હતી. મતદાન મથક ખાતે કોવીડ ગાઇડલાઈનનુ પાલન થાય તે માટે મતદાન મથકની બહાર હેન્ડગ્લોઝ,માસ્ક તેમજ હાથ સેનેટાઇઝરથી ધોયા પછી જ મતદારોને મતદાન મથકમાં પ્રવેશ આપવામા આવી રહ્યો હતો.અમુક મતદાન મથકો ખાતે મતદારોએ સોશિયલ ડીસટન્સનું પાલન ન કરતા પણ ન જોવા મળી રહ્યા હતા. યુવાનો,યુવતીઓ,સિનીયર સીટીજન મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અને ઉમેદવારો અને તેમના સર્મથકો પણ વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરતા નજરે પડ્યા હતા.
ગોધરા શહેરમાં ૧૧ નંબરના વોર્ડમા ૧૦૫ વર્ષના વૃધ્ધા મતદારે મતદાન કર્યુ હતુ.લક્ષ્મીબેન મારવાડી જેમની ઉમર ૧૦૫ વર્ષના હોવા છતા સ્વજનો સાથે મતદાન મથકે જાતે ચાલીને મતદાન મથકે પહોચ્યા હતા.અને તેમને પોતાના પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની સાથે તેમના પરિવારજનોએ પણ મતદાન કર્યુ હતુ. આજની યુવાપેઢીને મતદાન કરવા અપીલ કરી હતી.
ગોધરા અને શહેરાનગર પાલિકામાં ભાજપ અને અપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.જે રીતે આ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરવા સાથે ઉત્સાહ દેખાડતા ૫૦ ટકાથી વધુ મતદાન થયુ હતુ. ત્યારે આ ચુટણીમાં ગોધરા શહેરમાં પરિવર્તન થશે તેવી અનેક ચર્ચાઓનો દોર મતદાન પુર્ણ થયા બાદ શરૂ થયો હતો. ગોધરા નગર પાલિકાના ૧૧વોર્ડમાં ૧૭૮ જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા અને મતદાન મથક ખાતે મતદારોએ ઉત્સાહપુર્વક મતદાન કરતા અનેક ઉમેદવારોએ પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ત્યારે ઈવીએમ મશીનમા ઉમેદવારોના ભાવિ શીલ થયા હતા.બીજી માર્ચના રોજ મતગણતરીના દિવસે જીતનો દાવો કરતા ઉમેદવારોનૂ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
ગોધરા નગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.ત્યારે શહેરના વોર્ડ-૫માં પટેલવાડામાં રહેતી કાંચી શાહ જે આગામી ૩ માર્ચઁના રોજ સંસારનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવા જઈ રહી છે.તે પહેલા આ સ્થાનીક સ્વરાજની ચુટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.સાથે યુવાપેઢીને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
ગોધરા શહેરમાં નગરપાલિકાના ૧૧ વોર્ડમાં રવિવારના રોજ શાંતિપુર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતુ.જ્યારે વોર્ડ-૧માં જી.આઈ.ડી.સી,અબીંકાનગર,મીનાક્ષી સોસાયટી,સિંદુરીનગર સહિતનો સમાવેશ થાય છે.આ વિસ્તારના મતદારો એસઆરપી શાળા ખાતેના મતદાન મથકમાં મતદાન કરતા હોય છે. આ મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ જોઈએ તેટલો જોવા ન મળતા મળતા મથક મતદારો વગર સુમસામ જોવા મળી રહ્યુ હતુ. મતદાનના સમય દરમિયાન એકલ દોકલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવતા નજરે પડયા હતા. આ મતદાન મથક ખાતે ૭૫૫ વોટ નોધાયેલા છે.જેમા સવારના સાત વાગ્યાથી લઇને બપોરના ત્રણ વાગ્યા સુધીમા ૬૫ મત પડ્યા હતા.આમ નગરપાલિકાની ચુટણીમાં વોર્ડ-૧ના મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ નહીવત જોવા મળતા આ વોર્ડમા ચુટણી લડતા ઉમેદવારોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ.