રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ તાલુકામાં તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણી સવારે ૭ કલાકેથી સરકારની ગાઇડલાઇના પાલન સાથે કેશોદ તાલુકામાં શાંતિ પુર્ણ મતદાન થઈ રહ્યું છે ત્યારે અનેક દિર્ઘાયુ મતદારો તથા લગ્ન થતી દુલ્હન તો ક્યાય નવી મતદાર યાદીમાં સમાવેશ થયેલ નવા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યુંછે ત્યારે કેશોદ તાલુકાના નાનીઘસારી ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવાનોએ પહેલીવાર મતદાન કરી ઉત્સાહથી મતદાન પર્વ ઉજવ્યો હતો જેમાં નાનીઘસારી ગામના પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય કારાભાઈ ભેટારીયાના પૌત્ર અને મયુર ભેટારીયાના પુત્ર રાજ ભેટારીયાએ કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલથી સીધા મતદાન મથક આવી
મતદાન કર્યા બાદ ઘરે ગયેલ રાજ ભેટારીયાએ જણાવ્યું હતું કે પ્રથમ વાર મતદાન કરવાથી અનેરો આનંદ થયો છે અને હવે હું હરહંમેશ મતદાન કરીશ, મતાધિકારનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનીશું એવું જણાવ્યું અને લોકશાહીને જીવંત રાખતા જોવા મળ્યા તેમજ એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું..