રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના ખેડૂતો ખેતીક્ષેત્રમાં અવનવી ખેતીનો પ્રયોગ કરતા હોય છે.હળવદના નંદનવન વિસ્તારના ખેડૂતે કાળા ઘઉંની ખેતીનો પ્રયોગ કર્યો છે.કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ આયર્ન 50 ટકા વધારે કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ઝીંક, પોટાશ અને ફાઈબર જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે.સામાન્ય રીતે, ડોકટરો રાત્રે ઘઉં ખાવાની ના પાડે છે કેમ કે તે પચવામાં ભારે પડે છે પરંતુ હવે ડર રાખવાની જરૂર નથી હવે ઘઉંની આ નવી જાત રાત્રે પણ ખાઈ શકાય છે.આ જાત હૃદય રોગ અટકાવવા માટે ઉપયોગી છે. બ્લડ પ્રેશર નોર્મલ કરે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. સામાન્ય રીતે ઘઉંનું ઉત્પાદન 1 વિધામાં દીઠ 25 થી 30 ક્વીન્ટલ થાય છૅ જેથી આનો ભાવ પણ સારો એવો મળે છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં તેની ખેતી થાય છે અને હવે ગુજરાતના ખેડુતોએ પણ કાળા ઘઉની ખેતી શરૂ કરી છે.
હળવદ તાલુકામા નંદનવન વિસ્તારના ખેડૂત પાર્થભાઈએ જણાવ્યું હતુ કે ખેતરમાં કાળા ઘઉં પાંચ વીઘા જમીન પર વાવેતર કરેલ છે.કાળા ઘઉં પર રિસર્ચ પંજાબના માહોલમાં નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોએ આઠ વર્ષના રિસર્ચ બાદ ઘઉની ત્રણ બ્લેક, પર્પલ, અને બ્લ્યુ રંગની જાત વિકસાવી છે અને તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ માનવ વપરાશ માટે મંજુરી આપ્યા બાદ ગુજરાતના અનેક ખેડુતોએ ચાલુ વર્ષમાં વાવેતર કર્યું છે. આ ઘઉં 15 દિવસ મોડા પાકતા હોવાથી પાણી વધારે જોઈએ છે. પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ સુધી 700 એકરમાં વાવેતર થયું છે.