બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં ગામમાંથી એક વિધવા બહેનનો ૧૮૧ મહિલા હેલ્પ લાઇન પર કોલ આવેલ કે તેમના ગામના જમાઈએ તેમની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિધવા બહેનની બાજુના ઘરે લગ્ન હતા તેથી તેમના છોકરાઓ લગ્નમાં ગયા ગયા હોવાથી આ બહેન ઘરમાં એકલા હતા,તે સમયે તેમના ગામના જમાઈ દારૂ પીધેલી હાલતમાં પાણી પીવાના બહાને ત્યાં આવ્યા અને ઘરનો દરવાજો બંધ કરી તેમને પકડી જબરજસ્તી કરી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવા જતા વિધવા બેન બૂમો પાડતા આ વ્યક્તિ ગભરાય ને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ વિધવા મહિલાએ મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી હતી જેમાં અભ્યમ ટીમે સરપંચની હાજરીમાં બંને પક્ષનું કાઉંસેલીંગ કરી સમજાવીને લખાણ લઈ સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.