જૂનાગઢ: કેશોદ નગરપાલિકાના પુર્વ પ્રમુખનું ભાજપમાંથી રાજીનામુ…

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

કેશોદ ભાજપના સંગઠન દ્વારા પક્ષપાતી વલણ દાખવવામાં આવતું હોવાનો કર્યો આક્ષેપ…

કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા કરીને ગયા ત્યારે કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ ભાજપમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદના પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વર્ષ ૧૯૯૨ થી ભાજપામાં જોડાયેલા હતાં અને કેશોદ નગરપાલિકામાં બે ટર્મથી નગરપાલિકાનાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ છેલ્લાં અઢી વર્ષ સુધી કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે શહેરમાં વિકાસકાર્યો પુર્ણ કર્યા હતા. કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે છેલ્લાં અઢી માસથી શહેર ભાજપના સંગઠન દ્વારા શહેરના પ્રથમ નાગરિક હોવાં ઉપરાંત કેશોદ વેપારી મહામંડળનાં પ્રમુખ હોવાં છતાં માન સન્માન આપવાને બદલે સાઈડલાઈન કરવામાં આવતાં સંગઠનનાં માનસિક ત્રાસ વધી જતાં પોતાનાં આત્મસન્માન જાળવવા રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. કેશોદ નગરપાલિકા મત વિસ્તારના દરેક વોર્ડમાં ટિકિટ ફાળવણી કરવાથી નારાજગી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેશોદ ભાજપના સંગઠનનાં જવાબદાર પ્રમુખ મહામંત્રી દ્વારા મનમાની ચલાવી પક્ષને નુકસાન થાય છે. કેશોદના ધારાસભ્ય અને જીલ્લાનાં આગેવાનોને પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ ભાજપને અલવિદા કર્યાની કરી જાણથી આગેવાનોમાં હડકંપ મચી ગયો છે. કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ મતદારોને અપીલ કરી છે. કે સારાં કામ કરી શકે એવાં વ્યક્તિઓને મત આપવાની અપીલ કરી છે. ભાજપાને અલવિદા કર્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં ન જોડાવાનું જણાવી વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે ત્યારે ફરીથી ભાજપામાં સક્રિય થશે. કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાનાં ભાજપા પક્ષમાંથી રાજીનામું આપ્યાં પછીના પરિણામો આવનારાં દિવસોમાં ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *