રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા મામલતદાર મારફતે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે હાલમાં ઘઉં પાક થઈ ગયો હોય જેથી પાકની લણણી માટે હાર્વેસ્ટર ખેતર સુધી જઈ શકતું નથી અને ખેડૂતોમાં અંદરો અંદર ઘર્ષણ સર્જાય છે. તે માટે રસ્તાઓ પહોળા કરવા, નોડી અને નેત્રાવતીને જોડતી સ્પ્રેડીંગ કેનાલનું કામ કે જે વર્ષો થી અધૂરું છે, આજે વર્ષોથી પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવે છે જેથી તે કામ પૂર્ણ કરવું, ખેતપેદાશોમાં જણસીના સરકારી ભાવ બાધણા વિગતે એમ.એસ.પી કાયમી રહેવી જોઈએ..શિયાળુ પાક ઘઉં ચણા ધાણા વગેરે ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયાની કોઈ શરૂઆત નથી થઈ જેની શરૂઆત કરવી, તેમજ વીજળીને લગતા વિવિધ પ્રશ્નોને લાઇ ભારતીય કિસાનસંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું..જેમાં ગોવિંદ ચોચા, અરજન નંદાણીયા સહિત ખેડૂત આગેવાનો જોડાયા હતા.