રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા
તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી નાના અને સુરવાગીર ગામના ગૌભક્ત શ્રી કિસન પાનસુરીયા ને ભા.જ.પ તરફથી ટિકિટ મળતા ગૌ-ભક્તએ આવકારી છે. સુરવા ગીર ગામની નિરાધાર ગૌમાતાના નીભાવ સહિત લોક ઉપયોગી અને સામાજિક સેવાકીય કાર્ય માટે પ્રેરણાદાયી કામગીરી કરનાર કિશનભાઈ પાનસુરીયા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તરીકે પણ સમગ્ર ગીર પંથકમાં માનવસેવાની અવિરત કામગીરી કરતા હોય છે. યુવા લોક સેવકની સેવા ધ્યાને લઇ ભા.જ.પ તરફથી કિશન ભાઇને ટીકીટ આપતા ગીર પંથકના ગૌ ભક્તો સહિત સૌએ આવકારી છે.