બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટ લાઇન વર્કરોને પેહલા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સીનમાં ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપલાની વિજયપ્રસૂધી હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને રસી અપાઇ હતી, હાલ ચાલી રહેલાં પેહલા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર કે જેમાં મહેસૂલી અને પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓ તેમજ અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે, તેમા પણ ૮૦ ટકા જેટલી કામગીરી થઇ ગઇ છે અને આ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. આ તકે ટ્રસ્ટી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.