બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા એલ.સી.બી ના પી.એસ.આઈ એ.એમ.પટેલ સ્ટાફ સાથે વડીયા જકાતનાકા પાસે નાકાબંધીમાં હતા, તે દરમિયાન બોલેરો પીકઅપ ગાડી GJ 22 U 2596 ભાણદ્રા તરફથી આવતા તેને ઉભી રાખવાનો હાથથી ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહીં અને રાજપીપલા ટાઉન તરફ ભાગવા લાગ્યો હતો જેથી તેનો પીછો કરતા બોલેરો પીકઅપ ગાડીને સંતોષ ચોકડી પાસે ઝડપી સદર ગાડીની ઝડતી પાડી તપાસ કરતા ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ -૩૭૦ કિ.રૂ. ૩૭,૦૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૫,૫૦૦ તથા બોલેરો પીકઅપ ગાડી -૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી વિજયભાઇ માનસિગભાઇ વસાવા રહે.ધીરખાડી,ખાપરા ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદાને પકડી પાડી વિદેશી દારૂ ભરાવનાર તથા મંગાવનાર અન્ય આરોપી (૧) સામસીંગ રહે.નિચલી માથાસર તા.ડેડીયાપાડા (ર) ગુરૂજીભાઇ રહે.નિચલી માથાસર તા.ડેડીયાપાડા (૩) શીવાભાઇ શનુભાઇ વસાવા રહે.મોતીબાગ તા.નાંદોદ જી.નર્મદા (૫) શૈલેષભાઇ ઉતરીયાભાઇ વસાવા રહે.ધીરખાડી,ખાપરા ફળીયુ, તા.ગરૂડેશ્વર જી.નર્મદા ને વોન્ટેડ જાહેર કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.