રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને કેશોદના માંગરોળ રોડ પર આવેલ કુંજબીહારી વાડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભા સંદર્ભે કાર્યકરોમાં વી.વી.આઇ.પી કાર્ડ વિતરણ, મુખ્ય માર્ગાે પર ઝંડાઓ લગાવી પ્રચારને પ્રસારને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સી.આર પાટિલના એરપોર્ટ પર ભાજપના હોદેદારો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ એરપોર્ટથી સભા સ્થળ સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી. શણગારેલી ખુલ્લી જીપમાં સી.આર પાટીલ સાંસદ સભ્યો ધારાસભ્યો સહીત સભા સ્થળે પહોંચ્યા હતા. સી.આર પાટીલે જણાવ્યું હતું કે કાર્યકરોનો ઉત્સાહ જોઈ તમામ સીટો ઉપર ભવ્ય વિજય મેળવશે.