રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
લોકડાઉંનની પરિસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી કેવડીયાકોલોની દ્વારા કરવામાં આવતા સર્વે ના વિરોધમાં ગ્રામ પંચાયતના સરપંચ તથા તાલુકા સદસ્ય ગરુડેશ્વર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર હાલમાં લોકડાઉંન ચાલી રહ્યું છે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી કેવડિયા કોલોનીના અધિકારીઓ દ્વારા પોલીસનો બળપ્રયોગ વાપરીને કેવડિયા નવાગામ લીમડી કોઠી વાગડિયા બાર ફળિયા જેવા છ ગામોમાં ખેડૂતોની જમીનના સર્વે ચાલુ કરી દેવામાં આવ્યા છે જે થી તાત્કાલિક ધોરણે આ કામગીરી બંધ કરવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે ૬ ગામ ના ખેડૂતોનું કહેવું છે કે હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે તથા સંપૂર્ણ ભારત દેશમાં વડાપ્રધાન સાહેબે લોકડાઉંન જાહેર કર્યું છે ત્યારે આવા અધિકારીઓ દ્વારા લોકડાઉંન ઉલ્લંઘન કરી સત્તાના જોરે પોલીસનો બળપ્રયોગ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે કોઈ પણ કામગીરી શરૂ કરતાં પહેલા નોટિસ આપવાની હોય છે તથા ગામના વડા ને જાણ કરવાની હોય છે તેમ છતાં પણ કોઈપણ નોટિસ વગર કે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર સત્તા તથા હોદ્દાની રૂએ અધિકારીઓ ગરીબો પર જોર અજમાવી રહ્યા છે શું આવા અધિકારીઓ સામે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાશે કે પછી અધિકારીઓને છાવરવામાં આવશે