રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સલાટવાડા સલાટ જ્ઞાતિની વંડી ખાતે સલાટ સમાજ માંગરોળ અને વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સલાટ સમાજ દ્વારા દર વર્ષે વરઘોડો કાઢી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને ધ્યાને લઇ અનોખી રીતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી રક્તદાન શિબિર અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરી માંગરોળ સલાટ સમાજ અને વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો અને કાર્યકરો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અશોક મણિયાર સહિત સમાજના યુવાનો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.