રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) હેઠળ પંચમહાલ જિલ્લામાં સરકારી તેમજ ગરીબ વર્ગોની જમીનો પર ખોટી રીતે ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વો સામે શહેરા તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી, શહેરા તાલુકાના વલ્લવપુર ખાતે રહેતા અરજદાર જસપાલસિંહ સોલંકીની સર્વે નં ૮૧૬ પર આવેલી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલ જશવંતસિંહ સોલંકી તથા બળવતસિંહ સોલંકી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીઓએ ગોધરાની એડીશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.જે બાબતે કોર્ટે જરૂરી પુરાવા અને સરકારી વકીલ રાકેશ ઠાકોરની ધારદાર દલીલ ગ્રાહ્ય રાખીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ કેસના આરોપી ઓ જશવંતસિંહ બળવતસિંહ સોલંકી તથા બળવતસિંહ ગણપતસિંહ સોલંકીના આગોતરા જામીનના મંજુર કર્યા હતા.