ડભોઇમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021ને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇ નગરના ટાવર પુસ્તકાલય ચોક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો સમયસર વોટ કરી પોતાના અધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રજાને પૂરતી માહિતીના અભાવને કારણે મતદાર પોતાના મત અધિકાર થી વંચિત રહી જતો હોય છે, જેમ કે પોતાના વિસ્તારમાં મતદાન કેન્દ્ર ક્યાં છે ? તેનો પણ ખ્યાલ અમુક મતદારોને હોતો નથી. તેઓનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે પણ ધ્યાન હોતું નથી આ બધી બાબતોમાં મતદાર સજાગ થાય અને મતદાન કરે તે હેતુ થી મતદાર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.અને પ્રજાને લોકશાહીના પર્વમાં સામેલ થઇ અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. કેટલીક વાર આપણે ઉમેદવારો થી નારાજ થઈ મતદાન માટે જવાનું ટાળતા હોઈએ પરંતુ ભારતના ચૂંટણી પંચે નોટાનો ઓપસન આપેલો હોય છે જેનું બટન સૌથી છેલ્લે હોય છે. માટે આપને આપનો કિંમતી મત આપવાનો સમય ગુમાવો જોઈએ નહીં.આ જંગમાં દરેક ઉમેદવારની હાર -જીત તો થવાની હોય છે. પરંતુ નોટાના બટનનો ઉપયોગ કરીને પણ આપણે ઉમેદવારોને આપણા મતની કિંમત જણાવી શકીએ છીએ. માટે આ વખતે 28 તારીખ ના રોજ દરેક મતદાર ભાઈઓ એ પોતાનો કિંમતી મત પોતાની નૈતિક ફરજ સમજીને અચૂક આપવો એવું રોનક જોશીએ ડભોઇના નગર ના મતદારોને શેરી નાટક દ્વારા પ્રોત્સાહિત કરી મતદાન જાગૃતિ લાવ્યા હતા.આ કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા હતા.અને પ્રજાને મતદાન અંગેની પૂરતી માહિતી જીલ્લા ચૂંટણી અધિકારી, જીલ્લા આયુર્વેદિક અઘિકારી, લાઈઝન તથા નોડલ ઓફિસર સુધીર જોશી. સ્વેપ નોડલ તેમજ ડભોઇ તાલુકાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *