શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં..

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં છે. ત્યારે તાલુકાની વાડી જીલ્લા પંચાયત અને તરસંગ તાલુકા પંચાયતની બેઠક વચ્ચે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે પારિવારીક જંગ જોવા મળી રહ્યો છે.જેમા ભાજપમા ઉભા રહેલા કાકી-સાસુ અને કોંગ્રેસમાં ઉભા રહેલ ભત્રીજા વહુ એક બીજાના પક્ષને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી  રહયા છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેનો પ્રચાર અંતિમ ચરણમાં છે. વાડી જીલ્લા પંચાયત બેઠક પરથી ભાજપ માથી  લીલાબેન દિલીપસિંહ સોલંકી લડી રહ્યા છે.ત્યારે તરસંગ તાલૂકા પંચાયત બેઠક પરથી જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષ માથી લડી રહયા છે.

બંને વચ્ચેનો સંબધ ભત્રીજા વહુ અને કાકીસાસુનો છે. ભાજપની જિલ્લા પંચાયતની મહિલા ઉમેદવાર લીલાબેન કાકી સાસુ થાય છે જ્યારે તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર જલ્પાબેન તેમની ભત્રીજા વહુ થાય છે. આ બે મહિલા ઉમેદવાર પરીવાર સાથે ઘરકામ,રસોડાકામ સંભાળતા પોતપોતાનુ કામ પતાવીને સ્થાનિક મતદારોની વચ્ચે જઈને પ્રચાર કરે છે. ચૂંટણી લડી રહેલા ભાજપમાથી કાકીસાસુ લીલાબેન અને કોંગ્રેસમાથી ભત્રીજા વહુ જલ્પાની ઘરની એક દિવાલ હોવા સાથે એક કુટુંબના છે.વાડી જિલ્લા પંચાયત અને તરસંગ બેઠક પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમા બે રાજકીય પક્ષ દ્વારા સોલંકી સમાજના ઉમેદવારોને મેદાનમા ઉતાર્યા છે. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તખતસિંહ સોલંકી કોંગ્રેસ વાડી જિલ્લા પંચાયત મહિલા ઉમેદવાર કિરણ બા જશવંત સોલંકી અને તરસંગ  તાલુકા પંચાયતના જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી સહિતના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરતાં જોવા મળ્યા હતા.પણ સામે જે જિલ્લા પંચાયતના ભાજપ મહિલા ઉમેદવાર લીલા બેન દિલીપ સિંહ સોલંકી તેમના નાના ભાઈ દિલીપ સિંહની વહુ થાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે  આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મા મતદારો કોને જીતાડે છે. આ ચૂંટણી સોલંકી પરીવાર માટે અને આ વિસ્તાર ના મતદારો માટે યાદગાર બની રહેતો નવાઈ નહી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરામાં વાડી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી રસાકસી બને તો નવાઈ નહી. બે રાજકીય પક્ષમા જિલ્લા પંચાયતમા લીલાબેન સોલંકી ભાજપમાંથી છે.જ્યારે સામે કોંગ્રેસમાંથી કિરણબેન જશવંતસિંહ સોલંકી છે. તાલુકા બેઠક વાડી પર રાજેન્દ્રસિંહ સોલંકી ભાજપમાથી અને જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી તરસંગ બેઠક પરથી ચૂંટણી લડી રહયા છે. જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર લીલાબેન દિલીપસિંહ સોલંકી તેઓ જીતવા માટે અને ચાર તાલુકા બેઠક ભાજપને જીતાડવા માટે પોતાની ભત્રીજા વહુ ને હરાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. એજ રીતે ભત્રીજા વહુ જલ્પાબેન સોલંકી પણ પોતાની કાકીસાસુને હરાવવા સાથે તેઓ જિલ્લા પંચાયત અને તાલુકા બેઠક કોંગ્રેસ જીતે તે માટે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *