બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના ચિત્રા કેવડી ગામની પરણિત મહિલા ગુમ થતા તેમના સસરાએ સાગબારા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે પુત્ર વધુ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. સાગબારા પો.સ્ટેશનમાં જાહેરાત આપનાર કાંતીલાલભાઇ મદનભાઇ પટેલ રહે.ચિત્રાકેવડીની ફરિયાદ મુજબ તેમની પુત્રવધુ રક્ષાબેન રાજેશભાઇ પટેલ ઉ.વ.૩૩ રહે.ચિત્રા કેવડી તા. સાગબારા જી.નર્મદા ના લગ્ન આઠ વર્ષ પૂર્વે થયા હોય તેમને સંતાન ન હોય અને પોતાની સાસરીમાં પતિ તથા સાસુ સસરા સાથે રહેતા હોય જેઓ તા.૨૧ ફેબ્રુઆરીના રોજ રાત્રીના 10 વાગ્યા થી ક્યાંક જતા રહેલ હોય ઘણી શોધખોળ કરવા છતાં તેમનો ક્યાંયે પત્તો ન લાગતા આખરે તેમના સસરા એ સાગબારા પોલીસનો આશરો લેતા સાગબારા પોલીસે મહિલાની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.