રાજપીપળાના એક HIV પીડિતને ત્રણ ધક્કે તેમનો સાચો બ્લડ કાઉન્ટ રિપોર્ટ મળતા તંત્ર પર રોષ..

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નર્મદા જિલ્લામાં 350 જેવા એચ.આઇ.વી પીડિતો છે જેમાં મોટાભાગના પીડિતો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર મહિને દવા લેવા આવતા હોય છે અને દર 6 મહિને વડોદરા કે અન્ય ART સેન્ટર પર પોતાના લોહીના કાઉન્ટ (સીડી-4) કરાવવા જતા હોય પરંતુ ક્યારેક ટેક્નિકલ ક્ષતિના કારણે અમુક પીડિતોને ધક્કે ચઢવું પડતું હોય જેમાં તાજેતરમાં રાજપીપળાના એક HIV પીડિત કે જેઓ એકદમ સ્વસ્થ હોવા છતાં તેમના બ્લડ કાઉન્ટ જે અગાઉ એક હજારની ઉપર આવ્યા હોવા છતાં હાલ માત્ર 08 નો જ રિપોર્ટ મળતા તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા.જોકે વડોદરાની સયાજી હોસ્પિટલના ART સેન્ટરના સ્ટાફની આમાં કોઈ ભુલ ન હતી કેમ કે સતત બે મહિના વડોદરા ART સેન્ટરમાં તેમના કાઉન્ટ 08 જેવા જ આવ્યા બાદ તેમણે ભરૂચ સિવિલના ART સેન્ટરમાં રિપોર્ટ કઢાવવા ગયા તો ત્યાં તેમના કાઉન્ટ 871 જેટલા આવતા આખરે આ પીડિત અને તેના પરિવાજનો એ રાહતનો દમ લીધો હતો.

આ પીડિત આર્થિક રીતે થોડા સક્ષમ હોવાથી ત્રણ ત્રણ વખત રિપોર્ટ કાઢવવા જઈ શક્યા પરંતુ નર્મદા જિલ્લામાં મોટાભાગના પીડિતો મજૂર વર્ગના હોય તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આમ ધક્કે ચઢે તેમ ન હોય માટે સરકાર માંથી મંજુર થયેલું નર્મદાનું ART સેન્ટર વહેલી તકે કાર્યરત થાય તેવી માંગ છે.સાથે સાથે વડોદરા સહિતના અમુક જિલ્લામાં મશીનો કે અન્ય બ્લડ માટેના સાધનો નવા કે યોગ્ય કામ કરતા અપાય તે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *