રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડો.ભાવેશ પટેલ વિરુદ્ધ બનાવટી સર્ટી રાખી પ્રેક્ટિસ કરતા હોવાનો ગુનો દાખલ..

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તરફ બોગસ પ્રેક્ટિસ કરતા જોલછાપ તબીબોની હાટડીઓ ચાલે છે તેમના વિરુદ્ધ વર્ષોથી ગુના દાખલ થાય છે છતાં યેનકેન પ્રકારે તેઓ બહાર આવી ફરી હાટડીઓ શરૂ કરતાં હોય છે.ત્યારે હાલ રાજપીપળા કોર્ટની બાજુમાંજ હોસ્પિટલ દવાખાનું ચલાવતા એક તબીબ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણભાઇ પ્રેમચંદ્રભાઇ પટેલની ફરિયાદ મુજબ રાજપીપળા કોર્ટને અડીને આવેલી પબ્લિક હોસ્પિટલમાં દવાખાનું ચલાવતા ભાવેશભાઇ લાલજી ભાઇ કુકડીયા(પટેલ)એ ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદના રજીસ્ટ્રેશન નં-G38276 નુ બનાવટી અને ખોટુ સર્ટીફિકેટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પબ્લીક હોસ્પિટલ ખાતે પોતાનું ડો.વનરાજસિંહ સોલંકી સાથે મળી દવાખાનું ચલાવી ગુજરાત મેડીકલ કાઉન્સીલનું એલોપેથીક મેડીકલ પ્રેકટીશ કરવા અંગેનો પ્રમાણપત્ર ન રાખી એલોપેથીકની મેડીકલ પ્રેકટીશ કરી લોકોની જીદંગી અને શારીરીક સલામતી જોખમમાં મુકાય એવુ બેદરકારી ભરેલ કૃત્ય કરી એક બીજાએ ગુન્હો કરતા ગુજરાત મેડીકલ પ્રેકટીશ્નર એકટ સહિતની કલમો સાથે વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.તપાસ રાજપીપળા પો.સ્ટે.ના પી.આઈ, આર.એ.જાદવ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *