રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ગુજરાતની ૬ મહાનગરપાલિકાનું આજે પરિણામ જાહેર થતા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા વધામણા મનાવ્યો હતો. હળવદ શહેર અને તાલુકા ભાજપ સરા ચોકડી ખાતે ભાજપના વધામણા કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી પાટીલ અભિનંદન પાઠવ્યા અને મહા નગરપાલિકાની ઐતિહાસીક વિજયને વધાવણા કરી ફટાકડા ફોડી આતશબાજી અને મીઠાઈ વેચી હતી અને ભારત માતાકી જય વંદે માતરમ ના નારા સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ હળવદ શહેર ભાજપના પ્રમુખ કેતનભાઈ દવે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, ચંદુભાઈ શિહોરા,હરદેવસિંહ ઝાલા,ઈન્દુભા ઝાલા ,મનુભાઈ રબારી,વાસુદેવભાઈ દલવાડી,જેરામભાઈ દલવાડી સહિતના ભાજપના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.