બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા ડેમના યાંત્રિક વિભાગમાં કામ કરતા નાયબ કાર્યપાલક ઈજનેર જયેશભાઇ જશવંતભાઇ ચૌધરીએ કેવડિયા પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ તેઓ ગોડાઉન સ્ક્રેપ કરવા અંગેની દરખાસ્ત કરવા માટે સર્વે માટે ગોડાઉનની મુલાકાત લેતા બંધ ગોડાઉનમાથી કોઇ ચોર ઇસમે ગોડાઉન પાછળ આવેલ પીપળાના ઝાડ ઉપર ચઢી ગોડાઉનનું ઉપરનું પતરુ ઉંચુ કરી ગોડાઉનના પીલર વડે ગોડાઉનમાં નીચે ઉતરી રોલમાથી કેબલ કાઢી કટકા કરી અંદાજીત ૨૮૦ કિલો કેબલ આશરે કી.રૂ.૧,૨૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બાબતે તેઓએ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી, ત્યારે કેવડિયા પોલિસ અને એલ.સી.બી નર્મદાએ સંયુક્ત રીતે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નવ આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું કેવડિયા પો.સ્ટે. ના PSI સી.એમ.ગામીતે જણાવ્યું હતું, આરોપીઓ અગાઉ એક ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયેલ હતા તેમ પૂછપરછ દરમિયાન કબુલ્યું હતું વધુમાં આરોપીઓ ને બે દિવસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જેવા વધુ પૂછપરછ હાથ ધરાશે.
ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીઓ: (૧) મુકેશભાઇ બાબુભાઇ તડવી (૨) વીપુલભાઇ સુખરામભાઇ તડવી રહે-વાધડીયા (3) રવીંદ્રભાઇ મુળજીભાઇ તડવી રહે-ઝરવાણી (૪)ભાવેશભાઇ નગીનભાઇ તડવી રહે-થવડીયા(૫) નરેશભાઇ કાંતીભાઇ તડવી રહે ઝરવાણી (૬) કંચનભાઇ નારણભાઇ તડવી રહે-ઝરવાણી (૭) હનુમાન ગોપાળસિંહ કુશવાહા રહે કલેરીયા ચોકડી નસવાડી (૮)અરવિંદભાઇ નટુભાઇ તડવી રહે. ઝરવાણી (૯) વેચાણભાઇ શનાભાઇ તડવી રહે. ઝરવાણી