સમસ્ત હિન્દૂ સમાજ ઉના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના

આજરોજ સમસ્ત હિન્દૂ સમાજ વતી કોડીનાર તાલુકાના તમામ હિન્દૂ સંસ્થાઓ, હિન્દૂ સમાજના આગેવાન ભાઈઓ દ્વારા કોડીનાર તાલુકાના છાછર ગામમાં મંદિર નિધિ સમર્પણ અભિયાન સંદર્ભે નિધિ ઉઘરાવતા રામ ભક્તો ઉપર મુસ્લિમ સમાજના લોકોએ હિંસક હુમલો કરી રામ ભક્તોને બેરહમ માર મારી સાથે rss ના કાર્યકર્તાઓને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી બહુ જ નુકશાન કરેલ છે.આવા નારાધમી લોકોને કડક માં કડક સજા થાઇ તેના માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં રામજીભાઈ પરમાર, નિપુલભાઈ શાહ, હરકિશનભાઈ શાહ,અતુલભાઈ વાઘેલા,કેયુર ભાઈ મજેઠીયા,જીતુભાઇ ભગત,અને રમેશભાઈ સગાલીયા અને હિન્દૂ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *