રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
આજે સવારે ૫ વાગ્યાની આસપાસ હળવદ માળિયા રોડ મોરબી ચોકડી પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં માજમબેન નાનજીભાઈ ડિંડોર ઉંમર ૪૦ વર્ષ રહે સંતરામપુર હિરાપુરનું ઘટના સ્થળે જ સારવાર પેહલા જ મોત નિપજ્યું હતું. જ્યારે બે ફસાયેલા ઇજાગ્રસ્ત મુસાફરોને એક કલાકની ભારે જેહમત બાદ બહાર કાઢી ૧૦૮ની ટીમના પાયલોટ વનરાજસિંહ રાઠોડ અને ઈ. એમ. ટી નીતિનભાઈ દ્વારા પ્રાથમિક સારવાર આપી હળવદ સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મનુભાઈ રમેશભાઈ ડામોર, નાનજીભાઈ ધનાભાઇ ડિંડોર ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તાપસ હાથ ધરી હતી.