જૂનાગઢ: કેશોદના જલારામ મંદિરે ૨૪૦મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે જલારામ મંદિરે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત અગતરાય રોડ ગૌશાળા ખાતે તેમજ બાલાગામ ગામે નેત્ર નિદાન કેમ્પના આયોજન સાથે દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરોએ સેવા આપી હતી. જેમાં ૨૪૮ થી વધું દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમજ મોવાણાના ડો.નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૦૦ જેટલાં દર્દીઓને ફ્રી દવા પણ આપવામાં આવેલ હતી. અને આંખોના જરૂયાતમંદ ૧૧૦ જેટલા દર્દીઓને આંખોના મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ જ્યાં દર્દીઓને લઈ જઈ વિના મુલ્યે મોતીયાના ઓપરેશન બાદ કેશોદ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કેશોદ જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આજના કેમ્પના ભોજનના દાતા સંજરી ઓટો વાળા રફિકભાઈ મહીડા દ્વારા તેમના પિતા મરહુમ હાજી મહમદ મહીડા પટેલના નામથી કેમ્પના તમામ દરદીઓને ભોજનના દાતા તરીકે સેવા આપી હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો હતો. ભોજનના દાતા તેમજ જલારામ પરિવાર તરફથી દીપ પ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ કેમ્પ કુલ ૨૪૦મો હતો અને આજ સુધીના કુલ ૧૬૮૩૨ દર્દીઓને કેમ્પમાં સફળ ઓપરેશન થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *