ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળ પાસે ગંદકીનું સામ્રાજય જોવા મળ્યુ હતું. અહી ગટરો પણ ઉભરાતા પસાર થતા નગરજનોનો આક્રોશ સાથે સ્વચ્છતા બાબતે પાલિકા સામે અનેક સવાલો ઉઠયા છે.
ગોધરા શહેરમાં આવેલ ભુરાવાવ ચોકડી વિસ્તારમાં નિરંકારી ભવન પાસે છેલ્લા કેટલાય સમયથી ગટરો ઉભરાઇ રહી છે ત્યારે જાગૃત નાગરીકો દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆતો કરાઇ છે છતાં નગરપાલિકાના સત્તાધીશો તથા સફાઇ કર્મચારીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી. તેવું અહીના સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ ફક્ત અને ફક્ત ખુરશીમાં બેસીને આરામ જ ફરમાવે છે કે શું? તેવી ચર્ચાનો વિષય નગરજનોમાં બન્યો છે. ગોધરા નગરપાલિકા દ્વારા જે રીતે સફાઈ કામગીરી કરવામાં આવી જોઈએ તેની જગ્યાએ શહેરના ગણી બધી જગ્યાએ ગંદકી પણ જોવા મળતી હોય છે. પાલિકાના ચીફ ઓફિસર સ્વચ્છતા બાબતે ક્યારે ગંભીરતા લેશે તેતો જોવુ જ બન્યુ હોવા સાથે નગરના વિવિધ વોર્ડની મુલાકાત લેવામાં પણ આળસ કરતા હોય તેમ લાગી રહયુ છે.