રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ
માંગરોળ લોએજ ગામે જવાહરભાઈ ચાવડા આવતા તેમનું ઢોલ સરણાયના નાદ સાથે ઉમેદવારો અને વડીલો દ્વારા સ્વાગત કરાયું હતું. જૂનાગઢ જિલ્લાન માંગરોળની તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી ચાલુ છે ત્યારે ભાજપના નેતા અને કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા માંગરોળના ચુંટણી પ્રવાસમાં આવ્યા હતા. જયારે માંગરોળના લોએજ ગામે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયનું ઉદધાટન મંત્રી જવાહર ચાવડા હસ્તે કરાયું હતું અને સભા સંબોધતા જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે સરકારના આ ક્રૂષિ કાયદાઓ ખેડુતોના હીતમાં છે જેથી કોઇએ ખોટી ગેર સમજ આપી આંદોલનમાં નહી જોડાવવાની વાત કરી હતી જયારે બીજી તરફ આવનારી ચુંટણીમાં ભાજપને મત આપીને જંગી બહુમતિથી ચુંટવા અપીલ કરી હતી.