ગોધરા રામેશ્વર સોસાયટીમાં બાબા હરદેવસિંહજી મહારાજ ની ૬૭મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ, ગોધરા બ્રાન્ચના સંયોજીકા વિદ્યાબેનજીના સાનિધ્યમાં રાખવામા આવ્યો હતો. સંત નિરંકારી મિશન અનેક વર્ષોથી સમાજ કલ્યાણના કાર્યોમાં કાર્યશીલ છે. વર્તમાન સમયમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન” દ્વારા સ્વાસ્થ્ય અને સશકિતકરણ ના અનેક કાર્ય કરી રહ્યા છે.સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનની સ્થાપના સતગુરુ બાબા હરદેવસિંહ મહારાજે ૨૦૧૦માં કરી હતી. દર વર્ષે ૨૩ ફેબ્રુઆરીના દિવસે સતગુરુ બાબા હરદેવસિંહના જન્મ દિવસ પર વિવિધ કાર્યક્રમો રાખવામા આવે છે.ત્યારે કોરોના કાળમાં પણ સોશિયલ ડીસટન્સ સાથે સેવાઓ ચાલુ રહી હતી.જેને લઈને ગોધરા ખાતે આવેલી રામેશ્વર સોસાયટીમાં વૃક્ષારોપણનુ આયોજન કરવામા આવ્યુ હતુ. વૃક્ષ વાવીને તેને દત્તક લઈને તેને જાળવવાના પણ સપથ લીધા હતા.
Home > Madhya Gujarat > Godhra > ગોધરા ખાતે બાબા હરદેવસિંહજી મહારાજની ૬૭મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો