રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં ગાબડા અવાર- નવાર પડતા હોય છે તેવી જ રીતે હાલમાં હળવદ પાસે નામર્દની ડી -18 માઇનોર નં 1 કેનાલમાં ગાબડું પડ્યું છે. જેથી ઘણાબધા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. પાણીનું વ્યાપક પ્રમાણમાં નુકસાની થયેલ છે.હળવદ ગામથી પસાર થતી નર્મદા બ્રાંચની ડી-18 માઇનોર નં 1 કેનાલમાં મોટુ ગાબડુ પડ્યું હતું. કેનાલથી એક કિલોમીટર દૂર ગામમાં પાણી પહોંચી ગયું છે. નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક પાણી બંધ કરાવવામાં આવે અને કેનાલમાં ઉગીનીકળતા બાવરિયા સાફ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.