ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે જ્યોતિબા ફુલે ટ્રેનિંગ એકેડમીના તાલીમાર્થીનો સન્માન સમારોહ યોજાયો.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે જ્યોતિબા ફૂલે ટ્રેનિંગ એકેડમીમાંથી તાજેતરમાં દેવ ભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી મેળામાં ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ થયેલ ભાઈઓનું જ્યોતિબા ફુલે ટ્રેનિંગ એકેડમી દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમા સંસ્થામાંથી તાલીમ લીધેલ કુલ ૩૯ તાલીમાર્થી ભાઈઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા સંસ્થાના પ્રમુખ સુભાષભાઈ ચુડાસમા તેમજ જ્યોતિબા ફુલે ટ્રેનિંગ એકેડમી પ્રાચીના ગ્રાઉન્ડ ટ્રેનર અને થ્રિયરી સ્ટાફ એ તાલીમાર્થી ભાઈઓને શુભકામના પાઠવી હતી. તેમજ પ્રસંગીક પ્રવચન કરી ઉજ્વળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમા સંસ્થાન તાલીમાર્થીઓ અને વાલી ગણ પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્યોતિબા ફૂલે ટ્રેનિંગ એકેડમી પ્રાચીના સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *