રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા
આજરોજ શિવાજી ચોક બાબરા ખાતે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર પુંજન અર્ચનનો કાર્યક્રમ રાખેલ હતો. વિશ્વ હિન્દૂ પરિસદ આયોજિત આ કાર્યકર્મમાં બાબરા શહેર કોંગ્રેસ અને ભાજપના તમામ કાર્યકરો સર્વે હોદેદારો નગર પાલિકા લડતા તમામ ઉમેવારો તથા ભાજપ અને આર.એસ.એસના તમામ કાર્યકર્તા મિત્રો અને બાબરા શહેરીજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મૌલિકભાઈ તૈરીયા, ધમભાઇ બસિયા, પુથ્વી રાજ ચૌહાણ,વિવેક પોપટ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.