નર્મદા: રાજપીપળા નગરપાલિકા પુસ્તકાલયમાં દૈનિક અખબારો એક વર્ષથી બંધ થતાં વાંચકોમાં નારાજગી.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

પુસ્તકાલયના વાર્ષિક નિભાવની ગ્રાન્ટ સરકાર તરફ થી ફાળવવામાં આવતી હોવા છતાં, પાલિકાના વહીવટદારો એ ખર્ચના બિલો રજુ નહી કરતાં 2 વર્ષ થી ગ્રાન્ટ ન મળતા વાંચકો તકલીફમાં મુકાયા..રાજપીપળા દરબાર રોડ ઉપર આવેલી નગરપાલિકા પુસ્તકાલય નગરપાલિકા ના લુલા વહીવટનો ભોગ બની છે. લોકો રોજિંદા સમાચારો વાંચી શકે અને વિધાર્થીઓ અને વાંચનનો શોખ ધરાવતા લોકોને વિવિધ પુસ્તકો વિના મુલ્યે વાંચવા મળે એ માટે બનેલી આ પુસ્તકાલયમાં હાલ રોજિંદા મુખ્ય અખબારો છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમય થી બંધ છે, જેમાં જાણવા મળ્યા મુજબ આ લાઈબ્રેરીમાં રોજીંદા ધોરણે દૈનિક અખબારો પુરા પાડતાં વિતરકો ને ગત વર્ષના બિલની ચુકવણી નહીં કરાતા અખબારોના વિતરકોએ પેપર આપવાનુ બંધ કર્યું છે. જેના કારણે હાલ લાઈબ્રેરીમાં પેપર વાંચવા આવતા વાંચકો અને ખાસ સિનિયર સિટીજનો નારાજ જોવા મળ્યા છે. વિવિધ પબ્લિકેશનો તરફ થી આવતા મેગેઝિન અને સાપ્તાહિકો અને બાળકોને રસ પડે એવા બાળ સાહિત્ય પણ વર્ષો જુના છે અને કબાટમાં ધૂળ ખાઈ રહ્યા છે તો પુસ્તકાલયમાં લાઇટ બીલ,પગારનો ખર્ચ શુ કામ કરાઈ રહ્યો છે..?

જાણવા મળ્યા મુજબ રાજપીપળા નગરપાલિકા સંચાલીત સાર્વજનિક પુસ્તકાલયના વાર્ષિક હીસાબના ખર્ચના હિસાબો સરકાર માં રજુ કર્યા ન હોય રૂ.55 હજાર જેટલી વાર્ષિક નિભાવની ગ્રાન્ટ સરકાર તરફ થી ફાળવવામાં આવે છે તે પણ છેલ્લા બે વર્ષ થી આવી રહી નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વહીવટ કરવા ટેવાયેલા મુખ્ય અધિકારી માટે જાણે રૂ.55 હજારની ગ્રાન્ટ મામુલી હોય શકે પણ વાંચનનો શોખ ધરાવતા લોકો અને સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે એ બહુ અમુલ્ય છે, પણ વાંચન અને પુસ્તકો જેવા નિરસ વિષયોમાં બહુ રસ ન દાખવતા પાલિકાના શાશકોને એની કદાચ સમજણ નહીં હોય એમ લાગી રહ્યું છે.

રાજપીપળા નગરની દરબાર રોડ ઉપર આવેલી પુસ્તકાલય (લાઈબ્રેરી) ગેરવહીવટ અને ઉપેક્ષાનો ભોગ બની છે, એક સમયે વાંચકો થી ભરપુર રહેતી લાઈબ્રેરીમા હાલ જુજ વિધાર્થીઓ જ આવી રહ્યાં છે અને એ પણ પોતાના ખર્ચે મોંઘાદાટ ખરીદેલા પરીક્ષાલક્ષી પુસ્તકો લાવી વાંચવા આવે છે. તો કરોડોના દેવામાં ડૂબેલી રાજપીપળા નગરપાલિકા આ પુસ્તકાલય પાછળ લાઈટ બિલ,પગાર સહિતનો ખર્ચ કેમ કરે છે.? જ્યારે સરકારમાંથી મળતી ગ્રાન્ટ બાબતે જ જો અધિકારીને રસ ન હોય તો પુસ્તકાલય ને તાળા મારી દેવા જોઈએ તેમ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *