પંચમહાલ: શહેરાના બોરીયાવી ગામે રહેણાંક મકાનમાંથી પોલીસને 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા મળી આવ્યા.

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

આરોપીના પરીવારજનોએ પોલીસે મારમાર્યો હોવાનો કર્યો આક્ષેપ..

શહેરાના બોરીયાવી ગામેથી પોલીસને દારૂના 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા રહેણાંક મકાન માંથી મળી આવ્યા હતા.પોલીસ ની રેડ દરમિયાન બુટલેગર ભાગવા જતા પકડાઈ ગયો હતો. જ્યારે આરોપીના પરીવારજનો એ પોલીસ સામે મારમાર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.દારૂ સાથે પકડાયેલ આરોપીને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શહેરાના બોરીયાવી ગામમાં અમુક બુટલેગર દારૂનો ધંધો કરીને યુવાનોને નશાના રવાડે ચડાવી રહયા છે. સ્થાનિક પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ગામમાં મોટા પાયે દારૂનુ વેચાણ થઈ રહયુ છે.બાતમી ને હકીકત ગણીને પોલીસે બોરીયાવી ગામમાં શના ભેમા ડાભીના રહેણાંક ઘરમાં રેડ પાડતા દારૂની એક પેટીમા પ્લાસ્ટિક ના 44 નંગ કવોટરિયા 180મિલીના મળી આવ્યા હતા.પોલીસને જોતા બુટલેગર ભાગવા જતા તે જમીન પર પડી જતા તે પકડાઈ ગયો હતો.પોલીસે રૂપિયા 4400ના દારૂ સાથે પકડી પાડેલ દારૂના આરોપીને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે દારૂ સાથે પકડી પાડેલ શના ડાભીના પરીવારજનોએ પોલીસએ મારમાર્યો હોવાનો પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. પોલીસ મથક ખાતે આરોપી ઉભો પણ રહી શકતો ન હતો.પોલીસ મથક ખાતે ઇમરજન્સી 108 દ્વારા દારૂ સાથે પકડાઈ ગયેલા આરોપી શના ડાભીને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામા આવ્યા હતો.આરોપીના પરીવારજનોના આંખમાં આંસુ સાથે પોલીસ સામે આક્રોશ પણ જોવા મળી રહયો હતો. આ બાબતે પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ નીલમ ઢોડિયાને પૂછતા પોલીસએ કોઈ માર મરેલ નથી .દારૂની રેડમાં આરોપી ભાગવા જતા પડી ગયો હતો.આ જે માર મારવાના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ચૂંટણીના માહોલ વચ્ચે દારૂ વેચતા બુટલેગર સામે કાર્યવાહી હાથધરી હતી. બીજી તરફ પોલીસ સામે આરોપીને માર મારવાનો આક્ષેપ થતા અનેક સવાલો હાલ તાલુકા પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે.

મારા દિયરની છોકરીનું લગ્ન હોવાથી દારૂ લાવી હતી. પોલીસને કોઈ એ જાણ કરતા હમારા ઘરે આવીને દારૂ પકડ્યો હતો.પોલીસે મારા પતિને માર મારતા ઉભુ પણ રહી શકાતું નથી. મારા પતિને પોલીસ સ્ટેશન થી દવાખાને લઇ ગયા છે. હમારી કોઈ પહોંચ ના હોવાથી કોઈ મદદે આવતુ નથી. : સવિતાબેન ડાભી આરોપીની પત્ની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *