રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના રણજીતગઢ ગામે આવેલ હરિકૃષ્ણ મંદિરમાં બુકાનીધારી ગેંગએ પ્રવેશ કરીને મંદિરમાંથી કીમતી વસ્તુ તથા રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદના રણજીતગઢ ગામે આવેલ હરીકૃષ્ણધામ મંદિરમાં ગત તા.૧૭ ના રોજ રાત્રીના અજાણ્યા મોઢે કપડા બાધેલ છ માણસોએ મંદિરમાં દીવાલ ટપીને પ્રવેશ કરી ત્યારબાદ મંદિરના તાળા તથા ઓફીસના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ તથા સોનાની વીટી મળી એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૮,૮૦૦ ની મત્તાની ચોરી કરી લઇ ગયા હોય અને આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઇ છે જેના આધરે મંદિરના સંચાલક માવજીભાઈ રામજીભાઈ રંગાડીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.