જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના ગડુ ખોરાસા રોડ ઉપર ટ્રક અને મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત..

Junagadh Latest
રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના ગડુ ખોરાસા રોડ ઉપર ટ્રક અને મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે મહીલાનું મોત થયું હતું. ટ્રકની બાજુમાંથી નીકળવા જતા મોટર સાઇકલમાં પાછળ બેઠેલી મહીલા ટ્રકના જોટામાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો અને મહીલાનું ઘટના સ્થળે મોત નિપજયું છે. ખોરાસા સરપંચ અનિલ લાડાણી ઘટના સ્થળે પોહચી ચોરવાડ પોલીસ જાણ કરી 108 અને પોલીસને બોલાવી ટ્રાફિક સમસ્યા દુરકરી હતી. મોટર સાયકલ ચાલક પાત્રા ગામેથી પોતાના ભાભીને અને નાનકડા ભત્રીજાને લઇ ગડુ તરફ જતા તયારે રસ્તામાં મોટર સાઇકલ અને ટ્રક વચ્ચે અકસ્માત થાત મહિલાનું મોત થયું હતું. જેમાં એક પુરુષ અને નાના બાળકનો આબાદ બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *