રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા
તાલાલા તાલુકાના વડાળા ગીર ગામની પ્રાથમિક શાળાની 1400 મીટર પૈકી ખુલ્લી જગ્યા ઉપર થતા બાંધકામની તુરંત તપાસ કરવા ધીરુભાઈ ગોહિલ, સદસ્ય નુરબાઈ બેન ખાંગાણી, સદસ્ય જુસબભાઈ મજગુલે તાલાલા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માંગણી કરી છે.
વડાળા ગીર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ એ તાલુકા વિકાસ અધિકારીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ગામની જુની પ્રાથમિક શાળા જર્જરિત થઈ ગઈ છે. શાળાના મકાનનો કાટમાળ પંચાયત ના વોર્ડ માં નિર્ણય કર્યા વગર વેંચી નાખ્યો હતો. ત્યારબાદ શાળાની ખુલ્લી જગ્યા પૈકી અડધી જગ્યામાં બાલવાડી કેન્દ્ર બનાવી બાકી રહેતી જગ્યામાં અત્યારે બાંધકામ થઇ રહ્યું છે. આ બાંધકામ કોણ કરી રહ્યું છે. તેની ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સંપૂર્ણ અજાણ છે. ગામના હિતમાં તપાસ કરવી જરૂરી છે. કારણે ગામની જૂની શાળાનો કાટમાળ વેચવાથી અત્યાર સુધી ગ્રામ પંચાયતની મીટીંગોમાં કોઈ ચર્ચા કે નિર્ણય કરવામાં આવ્યા નથી. માટે ગામ ની જુની શાળા ની ખુલ્લી જગ્યા ઉપર થતા બાંધકામ ની મુલાકાત લઇ સ્થળે ખરાઇ કરી ગ્રામ પંચાયતના ચૂંટાયેલ બોર્ડને સત્ય વિગતો થી અવગત કરવા પત્રના અંતમાં પંચાયતના પદાધિકારીઓ એ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માંગણી કરી છે કે આ પત્રની નકલો ગીર સોમનાથ જિલ્લા કલેકટર સહિત લાગતા-વળગતા તમામ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.
દવાખાના માટે વિના વિલંબે જગ્યા ફાળવો
વડાળા ગીર ગામે નવનિર્મિત દવાખાનું કાર્યરત કરવાનું છે. આરોગ્ય વિભાગે દવાખાના માટે ગ્રામ પંચાયત પાસેથી જગ્યા નથી. આપવા માંગણી કરી હતી. ત્યારે ગ્રામ પંચાયત પાસે જગ્યા નથી તેવી સરપંચ આપેલ વિભાગને લેખિત જાણ કરવા ગામ આરોગ્યલક્ષી જરૂરી સુવિધાથી વંચિત રહી ગયું છે. તેમની જુની પ્રાથમિક શાળાની ખુલ્લી જગ્યા આરોગ્ય વિભાગને દવાખાના માટે ફાળવી વડાળા ગીર તથા આજુબાજુના ગરીબ પછાત ગ્રામીણ પ્રજાને ઘરઆંગણે જ આરોગ્ય સેવા કાર્યરત કરવા માટે ઉપયોગી થવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ એ માંગણી કરી છે.