બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ.એમ.પટલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.એ વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરનાર વિરૂધ્ધ આમલેથા પો.સ્ટે.વિસ્તારમાં બે પ્રોહી.ના ગુના દાખલ થયા હતા,તેની પ્રવૃતી ડામવા આમલેથા પો.સ્ટે.પાસા કેસ નં . ૦૧/૨૦૨૧ ના કામે રાકેશ ઉર્ફે રાકો મનુભાઇ માછી રહે.ઓરી તા.નાંદોદ વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત કરવામાં આવેલ જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા મંજુર થતાં એલ.સી.બી દ્વારા તેને પાસાના કામે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. તેમજ આર.એ.જાધવ,પો.ઇન્સ.રાજપીપળા એ રાજપીપલા પો.સ્ટે.પાસા કેસ નં.૦૨ / ર ૦૧૧ ના કામે સામાવાળા પ્રતિકભાઇ મહેશભાઇ પટેલ હાલ મુળ રહે.ગવાડા પટેલ ફળીયુ તા.વિજાપુર જી.મહેસાણાના વિરૂધ્ધમાં રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેરના ગુના રજીસ્ટર થયેલ જે ગુના માટે પો.ઇન્સ.રાજપીપળા એ પાસા દરખાસ્ત કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલતા જીલ્લા તેમના દ્વારા પાસા મંજુર થતાં સામાવાળાને રાજપીપળા પોલીસ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
તેમજ એમ.બી.વસાવા પી.એસ.આઈ તિલકવાડા એ તિલકવાડા પો.સ્ટે.પાસા કેસ નં.૦૧/૨૦૨૧ ના કામે મીનાબેન જગદીશભાઇ તડવી વિરૂધ્ધ તિલકવાડા પો.સ્ટે.માં જુગારધારા નો ગુનો રજીસ્ટર થયેલ જે ગુના માં પો.સ.ઇ.તિલકવાડા એ પાસા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રીટએ પાસા મંજુર કરતા તિલકવાડા પોલીસ દ્વારા તેને વડોદરા મધ્યસ સુરત ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.