નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપના કાર્યાલયનું લોકાર્પણ કરાયું.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

રાજપીપલા નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે 115 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પાલિકામાં 15 થી વધુ ઉમેદવારો જીતીને રાજપીપલા નગરપાલિકા પર સત્તા હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરી હોય ત્યારે પાલિકા વિસ્તારોમાં બેનરો તોરણો લગાવી ભાજપે ચૂંટણીનો માહોલ બનાવી દીધો છે. અને રાજપીપલા કોર્ટ સંકુલ સામે ભાજપે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે.

ભાજપ કાર્યાલય ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરી સ્વામિનારાયણ સંતો દ્વારા પૂજા કરવામાં આવી જેમાં સીધેશ્વર સ્વામીજીએ પૂજા કરી હતી, જેમની સાથે સાંસદ મનસુખ વસાવા,ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ સંદીપ દશાદી, કુલદીપસિંહ ગોહિલ, સહિતના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *