રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકાના માથક ગામના હળવદના રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વર્ષની દિકરી જાનવીને જન્મથી જ એક કિડની ખરાબ હતી. ત્યારે એક કિડની ઉપર જીવન જીવતી હતી.પરતુ બીજી કિડની પણ ખરાબ થઈ જતા જાનવીનું જીવન જીવવુ મુશ્કેલ હતું. ત્યારે પોતાની માતાએ દિકરીને જીવ બચાવવા માટે માતાએ કિડની દાન આપી ને દિકરીને નવજીવન આપ્યું. હાલ બંને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે બંનેની તબિયત સારી છે તેમ દિકરીના પિતાએ જણાવ્યું હતું.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામના વતની અને હાલ હળવદના રાણેકપર રોડ પર સાનિધ્ય 2 માં રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વષૅની દિકરી જાનવીને જન્મથી જ એક કિડની ખરાબ હતી ત્યારે પોતાની લાડકવાયી દીકરીને દીકરાની જેમ સાચવતા હતા.ત્યારે હાલ ૧૯ વર્ષની જાનવી થતા ત્યારે બીજી કિડની ખરાબ થઈ જતા મદ્રેસાણીયા પરિવારનું આભ તૂટી પડયું હતું પરંતુ મક્કમ મનના આપરિવારને કુદરતે સામે હસતા મોઢે કુદરતી ચેલેન્જ ને આવકારીને પોતાની લાડકવાયી દિકરી જાનવી ને જિંદગી બચાવવા માટે પોતાની માતા કૈલાસબેન મદ્રાસાણીયા પોતાની કિડની દાન આપવા તૈયાર થઈને ત્યારે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં માતા કૈલાશબેન મદ્રેસણિયા એ પોતાની પુત્રી કૈલાસ બેન ને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા હતી મદ્રેસણિયા પરીવાર ના કૈલાસબેન નવીનભાઈ મદ્રેસાણિયાએ ને કુદરતે સાથ આપીને પોતાની લાડકવાયી દીકરી ને જાનવી ને તેમના પત્ની કૈલાસબેન કિડનીદાન આપી ને નવું જીવન આપ્યું હાલ માતા અને દિકરી બંનેની તબિયત સારી છે તેમ જાનવીના પિતા નવીનભાઇ મદ્રાસાણીયાએ જણાવ્યું હતું.