ગીર સોમનાથ જિલ્લામાં રવિપાક ઘઉંની ખરીદી ટેકાના ભાવે તાકીદે શરૂ કરવા ખેડૂત સમાજની માંગણી..

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રવિપાક ઘઉંના ટેકાનો ભાવ મીનીમમ સ્પોટ પ્રાઈઝ પ્રતિ મણ ૩૯૫(ત્રણસો પચાણુ) જાહેર કરવામાાંઆવેલ છે, વર્તમાન પરિસ્થિતિએ સમગ્ર ગીરસોમનાથ જીલ્લામાં રવિપાક ઘઉં ની સાઇઠ ટકા લલણી ખેડૂતો દ્વારા કરી નાખવામાાં આવેલ છે, આગલા એક સપ્તાહમાં સો ટકા લલણી પુરી થઈ જશે પરંતુ જિલ્લાના પુરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ નથિ તેમજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવેલ ન હોય, તેવી પરિસ્થિતિમાં જિલ્લાભરના દરિયાકાઠાના ખેડૂતો પ્રતિ ખાંડી બારસો થી તેરસો રૂપિયાની નુકશાની વેઠી ખુલ્લી બજારના વેપારીઓને મહેનત પસીનાથી ઉત્પાદન કરેલ ઘઉં પ્રતિ મણ ત્રણસો વિસ થી ત્રીસમાં વેચી રહ્યા છે, જ્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ ટેકાના ભાવ પ્રતિ મણ ત્રણસો સોરણું રૂપિયા જાહેર કરેલ છે, ગુજરાત ખેડૂત સમાજના ગિરસોમનાથ જિલ્લાના પ્રમુખ ભગવાન સોલંકી અને ઉપપ્રમુખ જયેશભાઇ કછોટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવવામાં આવેલ કે રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતની વાતો કરે છે પરંતુ ખેડૂતોના હીતની જાહેરાતોનું અમલીકરણ કરણ અલગ અલગ સરકારી વિભાગોના સંકલનના અભાવને કારણે તાત્કાલિક સમય મર્યાદામાં થતું નથિ તેવા સંજોગોમાં ગયા વર્ષ અતિભારે વરસાદના કારણે સોરરાષ્ટ્રના ખેડૂતોનો ખરીફ પાક સો ટકા નિષ્ફળ ગયેલ છે તેમના આર્થિક મારથી ખેડૂતોનું ઘર ચાલવું પણ મુશ્કેલ બની ગયેલ છે અને આજે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ અને દયનિય છે, ત્યારે ખેડૂતોની પાસે કોઈ આર્થિક બચત રહી નથી, ત્યારે રવિ પાકને લણવામાં ઉભો થનાર ખર્ચને પહોંચી વળવા અને ઘઉં ઉત્પાદનમાં થયેલ ખર્ચનું ચુકવણું કરવાની સગવડ પણ ખેડૂતો પાસે નથિ તેવી પરિસ્થિતિમાં લાંબા દિવસો સુધી ઉત્પાદન થયેલ રવિપાક ઘઉંને ઘરમાં સંગ્રહ કરી રાખવા જિલ્લાના ખેડૂતો માટે શક્ય નથી માટે ઉચ્ચકક્ષાએથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી જિલ્લા અને તાલુકા લેવલે ખરીદ કેન્દ્રો તાત્કાલિક શરૂ કરવામાં વ્યવસ્થા ઉભી કરવા રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અપીલ કરી તાત્કાલિક સૂચના આપવા જણાવાયું છે,
વધુમાં ભગવાન સોલંકી દ્વારા જણાવવામાં આવેલ કે દર વર્ષ સમગ્ર સૌરાષ્ટ્રના હવામાનમાં સતત થતા ફેરફારના પ્રભાવ કારણે સરકારી કેલેન્ડર પ્રમાણે જુદી જુદી સીઝનના પાકો લળી શકાય તે આજની પરિસ્થિતિએ ધરતી ઉપરના આવરણ મુજબ શક્ય નથિ, આ વર્ષ સમય કરતાં વહેલો રવિપાક લળણી શરૂ થયેલ છે, તેવા સંજોગોમાં સરકાર જુદા જુદા વિસ્તારોના ખેતીપાકના વાવેતર અને લલણીના સમયને ધ્યાનમાં રાખી ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવા લાગુ પડતા વિભાગોનું સંકલન સાધી સમય મર્યાદામાં શરૂ કરવા જોઈએ આ બાબતે ખેડૂત સમાજના પ્રમુખ ભગવાન સોલંકી દ્વારા રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડીયાને ટેલિફોનિક રજુઆત કરતા આઠ માર્ચ સુધીમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરી દેવાની જાણકારી આપેલ અને હાલમાં જે ખેડૂતોએ ઘઉં લળણિ કરી લીધેલ છે, તેવા ખેડૂતો ટેકાનો ભાવ લેવા માટે થોડી પ્રતીક્ષા કરે તો ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઘઉંનો જાહેર કરેલ ભાવ મેળવી શકે તેવું જણાવવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *