વેરાવલ-બાન્દ્રા દૈનિક સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી દોડશે: ટિકિટ બુકિંગ 20 ફેબ્રુઆરી થી શરૂ થશે.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવલ-બાન્દ્રા-વેરાવલ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો આ મુજબની છે. ટ્રેન નંબર 09218 વેરાવલ-બાન્દ્રા દૈનિક સ્પેશિયલ વેરાવલથી 23 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દરરોજ 11:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.45 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09217 બાન્દ્રા-વેરાવલ દૈનિક સ્પેશિયલ તા.24 ફેબ્રુઆરી, 2021 થી દરરોજ બાન્દ્રાથી 13:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07.20 વાગ્યે વેરાવલ પહોંચશે. આ ટ્રેન રૂટમાં બન્ને દિશામાં જુનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, થાન, મુલી રોડ, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, અમદાવાદ, મણિનગર, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા જં., સુરત, નવસારી, બિલીમોરા જં., વલસાડ, વાપી, દહાનૂ રોડ, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09218 વેરાવલ-બાન્દ્રાનું બુકિંગ 20 ફેબ્રુઆરી, 2021 થી અને ટ્રેન નંબર 09217 બાન્દ્રા-વેરાવલનું બુકિંગ 21 ફેબ્રુઆરી, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. યાત્રી ઉપરોક્ત વિશેષ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *