રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ માળીયા હાઈવે રોડ ઉપર આઇસર શોરૂમ પાસ લોખંડના સળીયની ચોરીનો બનાવ બન્યા હતો આઇસર સાથે રૂપિયા 3.32 200નો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો ત્યારે પોલીસેએ તપાસનો ધમધમાટ શરૂ કરતાં અન્ય એક શખ્સ હળવદ પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ તપાસ દરમિયાન 3 આરોપીના નામ ખૂલ્યા આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યાં છે.
મોરબી જિલ્લાના હળવદ માળીયા ચોકડી હાઈવે રોડ ઉપર આઇસર શોરૂમ પાસે ૧૦ એમ.એમ ની ૫ ભારી અને ૧૨ એમ.એમની ૫ ભારી કુલ 10 ભારીઓ થાન તાલુકાના અમરાપર ગામના જયેશભાઈ ભરવાડ નામનો શખ્સ પીઅકપ ગાડીમાં ચોરીને લઇ જનાર શખ્સને હળવદ પોલીસના પી.એસ.આઇ પી.જી.પનારાએ ઝડપી પાડયો હતો. પોલીસેએ આગવી ઢબે પૂછપરછ કરતા સંજયભાઈ મેપાભાઈ ભરવાડનું નામ ખુલતા પોલીસે એ સંજયભાઈ ભરવાડ ઝડપી પાડીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરતા તેમાં હળવદના ભવાની નગર ઢોરોમા રહેતા વિજયભાઈ મશરૂભાઈ બાભવા. હળવદના કુભારપરાના ગણપતભાઈ ગોવિંદભાઈ બાભવા. હળવદ કુંભાર પરા વિસ્તારના દેવાભાઈ ગાડુભાઈ સરૈયા ભરવાડ સહિતના ૩ શખ્સોના નામ તપાસ દરમિયાન ખુલ્યા હતા આ ત્રણેય આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.