રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે ઢળતી સાંજે ખેડૂતની રાઈની ક્વોલિટી મુદ્દે બે વેપારી વચ્ચે બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા વેપારી આલમમાં ભારે ચકચાર જાગી હતી.જો કે, અન્ય વેપારી આગેવાનોએ મધ્યસ્થી કરતા હાલ બન્ને વેપારી પેઢી વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે ઢળતી સાંજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત વણસતા અભદ્ર ગાલી ગલોચ સુધી મામલો પહોંચતા યાર્ડમાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.આ ઝઘડા પાછળનું કારણ સાવ મામુલી હોવાનું બહાર આવ્યું છે જેમાં એક વેપારીના કાયમી ગ્રાહક એવા ખેડૂતે અન્ય પેઢીમાં રાઈ વેચવા મૂકી હતી જે રાઈની ક્વોલિટી બરાબર ન હોવાનું કહી રાઈ રિજેક્ટ કરતા વાત વણસી હતી અને ઝઘડો થયો હતો.