બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
ડેડીયાપાડા તાલુકના કણબીપીઠા થી દેવમોગરા ગામ જવાના માર્ગ ઉપરથી પુરપાટ મો.સા.લઈ જનાર યુવાને મો.સા.એક ઝાડ સાથે અથાડતા ગંભીર ઇજાઓ બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સજીકભાઈ છોટુભાઈ વસાવા રહે.વાલીયા જી.ભરુચની ફરિયાદ મુજબ તેમનો દીકરો સંજય પોતાની હોન્ડા સાઇન મો.સા.નં. નંબર જીજે ૧૬.ડી.બી.૪૦૫૨ પૂર ઝડપે હંકારી લઈ જઇ કણબીપીઠા થી દેવમોગરા ગામ તરફ જવાના બે રસ્તા પાસે મો.સા.રોડની બાજુમાં નીચે ઉતારી દઇ ઝાડ સાથે અથાળતા પોતાના શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી હોય તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમ્યાન મોત નિપજતા ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.