બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપળા એમ.આર.વિદ્યાલય માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો. ૩૨માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત ટ્રાફિક શાખાના પી.એસ.આઇ કે.એલ. ગલચર તથા ARTO આંસલ સહિતનાઓ દ્વારા એમ.આર.સ્કૂલ રાજપીપલા ખાતે ટ્રાફિક અવરનેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધોરણ-11/12 ના લગભગ 250 જેવાવિદ્યાર્થીઓ હાજર રહ્યા હોય તેમને ટ્રાફિક એવનેશ બાબતે જાણકારી આપવામાં આવી તેમજ ટ્રાફિક નિયમો અંગેની બુકલેટ તથા ટ્રાફીક જાગૃતિના સુત્રો લખેલ બોલપેનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.