ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર-૭ માં વાગીશ બાવાજીના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન..

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારથી ડભોઇ- દર્ભાવતિ નગરીમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો શરૂ થઈ ગયો છે ત્યારે ડભોઇ- દભૉવતી નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૭માં ભાજપાનું સૌપ્રથમ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન પ.પૂ. 108 શ્રી ગોસ્વામી વાગીશબાવાજી ના વરદ હસ્તે અલંકારપાન હાઉસ પાસે ગણેશ ચોકમાં આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયથી વોર્ડ નંબર ૭ ના ભાજપના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ડભોઇ- દર્ભાવતિ નગરીનો પારદર્શક વહીવટ બને અને દભૉવતી નગરી વિકાસ ના પંથે આગળ વધે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સધન પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ વખતે ડભોઇ- દર્ભાવતીમાં ભાજપની વધુ બેઠકો મેળવી સતા હાંસલ કરે તે માટે સૌ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. નગરમાં પ્રાથમિક સગવડો નહીં મળવાના પ્રશ્નો વારંવાર ઉદ્દભવતા હોય છે જેવા કે ગટર ,પાણી, લાઇટ , સફાઈ જેવી પ્રાથમિક સગવડો પ્રજાજનોને સારી રીતે અને સત્વરે મળવી જોઈએ. સૌ ઉમેદવારો જીતીને આવ્યા પછી દરેક નાગરિકના પ્રશ્નો ઉકેલવા જોઈએ તે આપણી નૈતિક ફરજ છે. આપણે આપેલા વચનો પણ સત્વરે પૂરા કરવા જોઈએ. હવે ફરી એકવાર ભાજપ સત્તામાં આવે તેવું મતદાન કરવું જોઈએ.વાગીશબાવાજીએ જણાવ્યું હતું કે દરેક મતદારોએ યોગ્ય ઉમેદવારને મત આપી આપનો યોગ્ય મત સારી અને યોગ્ય જગ્યાએ પડે એવું મતદાન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *