ડભોઈની સરમનપાર્ક સોસાયટીમાં રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારનું બોર્ડ ઉતારી લેવાયું.

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઈ પંથકમાં ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે ડભોઈ નગરમાં ૩૬ બેઠકો ઉપર વિજય મેળવવા માટે ઉમેદવારો મતદારોને રિઝવા એડી ચોટીનું જોર લગાડવા તૈયાર છે.તેવામાં ડભોઈ નગરના કેટલાક વિસ્તારોમાં વિકાસના કામો થયા ન હોય રહીશોમાં ભારો ભાર આક્રોશ ફેલાયો છે. વોર્ડ ૧ થી ૯ માં અનેક વિસ્તારોમાં વિકાસના કામો, પાણીની સમસ્યા, રોડ રસ્તા, સહિત ડ્રેનેજની સમસ્યાથી ઝઝુમી રહેલા રહીશો ચૂંટણી આવતા ઉમેદવારો વોટ માંગવા આવતા હોયનું માની રહ્યા છે. ત્યારે ડભોઈ નગરના ભાજપ કાર્યાલયની બાજુમાં જ આવેલ સરમનપાર્ક સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ સોસાયટી બહાર ઉમેદવારોએ મત માંગવા આવું નહીં નું બોર્ડ લગાવી દેતા રાજકારણમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગતરાત્રીના રોજ ભાજપના પેનલના ઉમેદવારો આ સોસાયટીના રહીશો સાથે વાટાઘાટો કરી વિશ્વાસમાં લઇ તેઓએ લગાવેલા બોર્ડ ઉતારી દેવામાં આવ્યા હતા. અને સોસાયટીમાં ચૂંટણીલક્ષી વિરોધનો જોમ જુસ્સો તુટી જવા પામ્યો હતો. પરંતુ જોઈએતો અસલ યોદ્ધાઓ તો જ્યારે મ્યાનમાંથી તલવાર બહાર કાઢે ત્યારે જ્યાં સુધી પોતાનું લક્ષ્ય સર ન થાય ત્યાં સુધી તે તલવારને મ્યાનમાં પાછી મૂકતો નથી. આવા વિશ્વાસ તો દરેક ચૂંટણીઓમાં દરેક ઉમેદવારો આપતા આવ્યા છે અને એ ક્યારે પૂર્ણ થશે એનું કોઈ પૂર્ણવિરામ હોતું નથી. ડભોઇ -દર્ભાવતિ માં આ સમરનપાર્ક સોસાયટીમાં લગાવેલા બોર્ડ થી નગરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને માત્ર જો આવા બોર્ડ લગાવવા થી રાજકારણમાં ગરમાવો આવતો હોય તો સમગ્ર ચૂંટણીના સમય દરમિયાન જો આ બોર્ડને ઉતારવામાં ન આવે અને બોર્ડ ઉપર લખેલા સુત્રો પ્રમાણે વર્તવામાં આવે તો એ પણ કહી શકાય કે ચોક્કસ રાજકારણીઓએ આપેલા વચનો હંમેશ પૂર્ણ જ કરશે અને પ્રજાને ચોક્કસ ન્યાય પણ મળશે. પરંતુ ગઈકાલે સમરનપાર્ક સોસાયટીમાં રહીશો દ્વારા ભાજપના ઉમેદવારો સાથે જે વાર્તાલાપ થયો છે તે વાર્તાલાપે વિશ્વાસમાં લઇ તેઓએ ભાજપને ટેકો જાહેર કર્યો છે હવે જોવાનું એ છે કે આપેલા વચ્ચેનો આ ભાજપના ઉમેદવારો જીત્યા પછી શું પુરા કરશે ? કે પાછું પ્રજાએ ફરી બોડ લગાવવા પડશે ? એ તો આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *