રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
અમદાવાદ ડિવિઝનના વિરમગામ સામખીયાળી સેક્સનના સુખપર-હળવદ-ધનાળા સ્ટેશનો વચ્ચે હાલ ડબલ ટ્રેકનું કામ ચાલુ હોય જેથી ૧૬ ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી ભુજ-બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ ટ્રેનને હળવદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ નહી આપવામાં આવે તેમ રેલ્વે વિભાગની યાદીમાં જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ હાલ સુખપર -હળવદ-ધનાળા વચ્ચે ડબલ ટ્રેકનું કામ કાર્યરત હોય જેને કારણે ટ્રેન નંબર ૦૯૪૫૬/૦૯૪૫૫ ભુજ-બાન્દ્રા સ્પેશિયલ હળવદ રેલવે સ્ટેશન પર સ્ટોપ નહિ કરે આ અંગે પશ્ચિમ રેલવે અમદાવાદના જન સંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજ-બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૪૫૫ બાંદ્રા-ટર્મિનલ ભુજ સ્પેશ્યલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ૩ માર્ચ સુધી હળવદ રેલવે સ્ટેશન પર રોકાશે નહીં જેની ખાસ નોંધ લેવા મુસાફરોને જણાવાયું છે.