રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકાની ચુપણી, કડિયાણાં, રાણેકપર, કવાડીયા અને ઘનશ્યામપર બેઠક ઉપર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે આગામી તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ 85 ઉમેદવારી પત્ર ભરાયા હતા જેમાંથી કુલ 29 ફોર્મ રદ્દ થયા હતા અને આજે પાંચ ઉમેદવારીપત્રો પરત ખેંચાતા હવે 51 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.